ચાલતી પટ્ટી

SPECIAL INSTRUCTION ◆ આ બ્લોગનો આશય માત્ર માહિતીનો પ્રસાર કરવાનો છે, બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલાં લેખો જે-તે લેખકોના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે... ◆ જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી..આપના જણાવ્યે તુરંત જ તે માહિતી દૂર કરવામાં આવશે...
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

12 માર્ચ, 2019

Lok Sabha Election 2019: ચૂંટણીના સમયે તમે જે આચારસંહિતાનું નામ વારંવાર સાંભળો છો આખર તે શું છે, જે લાગૂ થતાં જ કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સુધીના હાથ બંધાય જાય છે

શું હોય છે આચારસંહિતા?
ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ કેટલીક સૂચનાઓ જાહેર કરે છે. ચૂંટણી ખતમ થાય ત્યાં સુધી દરેક પાર્ટી અને તેના ઉમેદવારોને આ સૂચનાઓ ફોલો કરવાની હોય છે. તેને આચારસંહિતા કહે છે. જો કોઈ ઉમેદવાર આ નિયમોનો પાલન નથી કરતો તો ચૂંટણી પંચ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. તેની વિરૂદ્ધ એફઆઈઆર થઈ શકે છે. તેને ચૂંટણી લડવાથી પણ રોકી શકાય છે. ગુનેગાર સાબિત થવા પર જેલ પણ જવું પડી શકે છે. ચૂંટણીની તારીખોના એલાન સાથે જ આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે. સરકારી કર્મચારી ચૂંટણી પ્રક્રિયા પૂરી થવા સુધી ચૂંટણી પંચના કર્મચારી બની જાય છે. તે પંચની સાથે મળીને સૂચનાઓ પર કામ કરે છે.

આચારસંહિતા લાગુ થયા બાદ કયા કામ ન કરી શકાય?

- આચારસંહિતા લાગુ થયા પછી કોઈ ઘોષણા કરી શકાતી નથી.

-શિલાન્યાસ, લોકાર્પણ અથવા ભૂમિપૂજન કરી શકાય નહીં.

-સરકારના ખર્ચે એવું કોઈ આયોજન ન કરી શકાય જેનાથી કોઈ એક દળને ફાયદો થાય.

-ધાર્મિક સ્થાનોનો ઉપયોગ ચૂંટણી પ્રચારના મંચ તરીકે કરી શકાય નહીં.
-મંત્રી શાસકીય પ્રવાસ દરમ્યાન ચૂંટણી પ્રચારનું કામ કરી શકાય નહીં.

-મંત્રી સરકારી ગાડી અથવા એર ક્રાફ્ટનો ઉપયોગ કરી શકાય નહીં.

-મતદાન કેન્દ્રો પર બિનજરૂરી ભીડ જમા થઈ શકે નહીં.


-રાજકીય પાર્ટીને રેલી અને સરઘસ કાઢવા અથવા મીટિંગ કરવા માટે પોલીસની પરવાનગી લેવી પડે.

-સરકારી બંગલો અથવા સરકારી પૈસાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર દરમ્યાન કરી શકાય નહી.

-રાજકીય દળોએ આયોજનની સૂચના પહેલાંથી જ પોલીસને આપવી પડે.

-કોઈની પણ પાસેથી 50 હજારથી વધુની રોકડ અને 10 હજારથી વધુની ગિફ્ટ ચૂંટણી સામગ્રીમાંથી મળ્યું તો કાર્યવાહી થશે.

-હવે બદલી પર પણ બેન રહેશે. ચૂંટણી પંચની પરમિશનથી જ બદલી થઈ શકશે.

-મંત્રી સરકારી ખર્ચ પર થતાં ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનોમાં ગેસ્ટ તરીકે સામેલ થઈ શકશે નહીં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો